આહીરોનું ગૌરવ: દ્વારકામાં 37,000 થી વધુ મહિલાઓ દ્વારા મહારાસનું આયોજન કરાયું

Dwarka Maharas:- Ahir Samaj Maharas Dwarka Status । આહીર સમાજનું ગૌરવ, 37 હજાર મહીલા દ્વારા ભગવાન શ્રી કૃષ્ણને રાજી કરવા મહારાસનું ભવ્ય આયોજન કરાયું.

અખિલ ભારતીય યાદવ સમાજ અને આહિરાણી મહિલા મંડળ દ્વારા નંદધામ કેમ્પસ તરીકે ઓળખાતી ACC સિમેન્ટ કંપનીના કેમ્પસમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રસપ્રદ વાત એ છે કે, મહારાસનો ઉદ્દેશ્ય સામાજિક સમરસતા અને મહિલા સશક્તિકરણનો સંદેશ આપવાનો હતો.

Ahir Samaj Maharas Dwarka

Ahir Samaj Maharas Dwarka:- દ્વારકા ખાતે આજે આહીર સમાજના મહિલાઓ દ્વારા ઇતિહાસ રચવામાં આવ્યો છે. 5 હજાર વર્ષ પહેલાં ભગવાન દ્વારકાધીશ દ્વારા મહારાસનું આયોજન કરવામાં આવ્યું હતું. તે સમયે મહારાસ અધુરો રહ્યો હતો. જે આજે આહીર સમાજની બહેનો દ્વારા મહારાસ લઈને ઇતિહાસ રચવામાં આવ્યો છે. 

દ્વારકાના નાગેશ્વર રોડ પર 100 વિઘા જમીનમાં નંદધામ તૈયાર કરવામાં આવ્યું છે. દ્વારકાનગરીમાં આજે આહીર સમાજ દ્વારા ઇતિહાસ રચવામાં આવ્યો છે. આહીર સમાજની 37000 કરતા વધુ મહિલાઓ દ્વારા મહારાસ લેવામાં આવ્યો હતો. 500 એકર જગ્યામાં બનાવવામાં નંદધામ બનાવવામાં આવ્યું છે. જેમાં 5 કિલો મીટર લંબાઈનું ગ્રાઉન્ડ, ગ્રાઉન્ડમાં 68 જેટલા અલગ અલગ લાઈનમાં રાસ લેવામાં આવ્યા હતા. સવારે 8:30 થી 11 વાગ્યા સુધી મહારાસ લરવામાં આવ્યા હતા. આહીરાણીઓ દ્વારા આજ સવાર થી જ મૌનવ્રત ધારણ કર્યું હતું.

વિશ્વશાંતિ રેલી થી એકતાનો સંદેશ

માત્ર ગુજરાત નહિ પરંતુ દેશભરમાંથી આહીર અને યાદવ સમાજના લોકો દ્વારકામાં ઉમટી પડ્યા છે. આહીર સમાજમાં એકતા આવે તે માટે વિશ્વશાંતિ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જે રેલી રૂક્ષમણી મંદિર થી દ્વારકાધીશ મંદિર સુધી જશે. જેમાં 37000 મહિલાઓ મૌન રહીને રેલી યોજશે. દ્વારકાધીશના જગત મંદિરની ધજાના દર્શન કરીને રેલી પરત ફરશે.

એકલોહીયા આહીર સમાજ બનાવવા પ્રયાસ

આહીર સમાજમાં અલગ અલગ સમાજના વાડાઓને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેના માટે આહીરાણીઓ ગુજરાતના અલગ અલગ 24 જિલ્લાઓમાંથી પાણીના કલશ લઈને દ્વારકા આવી છે અને હવે એકલોહીયા આહીર તરીકે એકતા રાખવાનો સંદેશ આપ્યો હતો.

સાંસદ પૂનમ માડમે પણ પરંપરાગત વસ્ત્રોમાં ગરબા લીધા

જામનગર લોકસભા બેઠકના સાંસદ પૂનમ માડમ પણ મહારાસમાં પરંપરાગત વસ્ત્રોમાં જોવા મળ્યા હતા. આહીર સમાજના પરંપરાગત વસ્ત્રોમાં સોનાના ઘરેણાં પહેરીને રાસ લીધા હતા. સંસદનું સત્ર પૂર્ણ કરીને પૂનમબેન માડમ સીધા દ્વારકા આવ્યા હતા અને તેમને સમાજના કાર્યક્રમમાં હાજરી આપી હતી.

વ્રજવાણીમાં ભગવાન શ્રીકૃષ્ણએ મહારાસ લેતા રહ્યું હતું અધુરો

વર્ષો પહેલાં વ્રજવાણી ખાતે ભગવાન શ્રીકૃષ્ણએ ઢોલ વગાડ્યો હતો અને આહીર સમાજની મહિલાઓ ગરબા લીધા હતા. તે સમયે જ્યાં સુધી જીવ ન ગયા ત્યાં સુધી આહીરાણીઓ ગરબે રમ્યા હતા જેને કારણે આ રાસ અધુરો રહ્યો હતો. એટલું જ નહીં ભગવાન શ્રીકૃષ્ણના પુત્ર પ્રદ્યુમને પટરાણી ઉષા સાથે મહારાસ લીધો હતો ત્યારે પણ મહારાસ અધુરો રહ્યો હતો.

Important Link

વધુ માહિતી માટે અહીં ક્લીક કરો 
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો